• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

મોરબીમાં આજે ખેડૂત આક્રોશ મહાસભા, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સંબોધન કરશે

 

મોરબી, તા.21 : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.22ને ગુરુવારે સાંજે 4 કલાકે રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને વિવિધ મુદ્દે વળતર આપવામાં થતો અન્યાય સહિતના પ્રશ્નોને વાચા આપવા આ સભા યોજાશે. મહાસભામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી, શક્તાસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા અને ભચુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુજરાતભરના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો પણ હાજરી આપશે. સભામાં ખેડૂતોના પ્રશ્નો અને વળતરના મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોતાના વિચારો રજૂ કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક