• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભોજપરા ગામે રૂ. 4.98 લાખનો દારૂ ઝડપાયો : પાંચ શખસ ફરાર બોલેરો-દારૂ સહિત રૂ.7.98 લાખનો મુદ્દામાલ કબજે

ગોંડલ, તા.પ : ભોજપરા ગામે વહેલી સવારે રામદેવપીરનાં મંદિર પાસે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ગાંધીનગરથી એસએમસીના સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી અને પાંચ શખસ ફરાર થઈ ગયા હતા.

પોલીસે રૂ.4.98 લાખની કિંમતની 1418 બોટલદારૂ અને બોલેરો સહિત રૂ.7.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બોલેરોના આધારે માલિક સહિત પાંચ શખસોની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક પોલીસ અને રૂરલ એલસીબી-એસઓજી સહિતની બ્રાંચને ઉંઘતી રાખી એસએમસીએ દરોડો પાડતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024