• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નકલી CBI અધિકારી બનીને ફરતા સુરેન્દ્રનગર નગરપાલિકાના સભ્યની અમદાવાદમાં અટકાયત

ભાજપના કોર્પોરેટર હિતેશ્વરી મોરીએ સાગરીતો સાથે વાયએમસીએ ક્લબમાં ફિલ્મમેકરને ગોંધી લૂંટનો કર્યો હતો પ્રયાસ

 

અમદાવાદ, તા. 15: અમદાવાદની વાયએમસીએ ક્લબમાં ફિલ્મમેકરને ગોંધી લૂંટનો પ્રયાસ કરનાર અને નકલી સીબીઆઇ અધિકારી બનીને ફરતા સુરેન્દ્રનગર નગરપાલિકાના સભ્યની અમદાવાદમાં અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વોર્ડ નં. 13નો કોર્પોરેટર હિતેશ્વરી મોરી સીબીઆઈ અધિકારીના નામે રોફ જમાવતો હતો. તેણે પોતાના સાગરિતોને સાથે રાખી ધમકી આપી ઘટનાને અંજામ આપ્યો હતો. અમદાવાદ પોલીસે હિતેશ્વરી મોરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. યુવતી સાથેના સબંધમાં ભાજપી કોર્પોરેટર નકલી અધિકારી

બન્યો હતો.

નોંધનીય છે કે આરોપી ધનરાજાસિંહ રાઠોડ, વીરેન્દ્રાસિંહ ચાવડા અને હિતેશ્વરી મોરી નકલી સીબીઆઇના અધિકારી બનીને ફિલ્મ મેકર સુમિત ખાનવાણીના મોબાઇલની લૂંટનો પ્રયાસ કરીને ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ત્રણેય આરોપી બોપલ અને વઢવાણના રહેવાસી છે. આ આરોપીઓએ 3 સપ્ટેમ્બરના રોજ વાયએમસીએએ ક્લબમાં સીબીઆઈ ઓફિસર બનીને ગયા હતા અને આ ફિલ્મ મેકર સુમિત ખાનવાણી સાથે મારામારી કરી મોબાઇલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

 જોકે ફરિયાદી અને તેના મિત્રોએ તેમનો પ્રતિકાર કરતા તેઓ નાસી છૂટયા હતા. જે ગુનામાં પોલીસે 3 તારીખે અરજી લીધી હતી અને 6 તારીખે ગુનો નોંધ્યો હતો. ફિલ્મ મેકર સુમિતે તેના મોબાઇલથી બનાવેલા વીડિયોમાં આરોપીની કાર કેદ થતાં નકલી સીબીઆઇ અધિકારી બનેલા આરોપીનો ભાંડો ફૂટયો હતો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં નકલી અધિકારીઓનો ધંધો ચાલ્યો : કોંગ્રેસના ચાબખા

કાઉન્સિલર હિતેશ્વરી મોરી ભાજપના છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં નકલી અધિકારીઓનો ધંધો ચાલી રહ્યો છે. ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર નકલી સીબીઆઇ અધિકારી તરીકે પકડાયા છે. નકલી અધિકારીઓનાં કારણે લોકો છેતરપિંડીનો ભોગ બને છે. નકલી અધિકારીઓ સામે સરકારે કડક પગલાં લેવા જોઈએ. ગુજરાતમાં નકલીનો કારોબાર ચાલી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા બેટ વિસ્તારમાં રૂ.93 લાખની કિંમતનું ચરસ મળ્યું September 18, Wed, 2024