• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દર સોમવાર અને મંગળવારે નાગરિકોની ફરિયાદ સાંભળવા પોલીસ વડાને આદેશ

આ બે દિવસ રાજ્યના તમામ પોલીસ મથકના વડાને અરજદારો માટે કચેરીમાં બેસવાનું રહેશે

 

અમદાવાદ, તા. 15:  રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવાનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. એટલું જ નહિ, આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા પણ સૂચના આપી છે. 

રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કચેરીના વડા હોય તેવા તમામ પોલીસ અધિકારીએ દર સોમવાર અને મંગળવારે અરજદારોને મુલાકાત માટે નિયત સમય ફાળવવાનો રહેશે. આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના પોલીસ મહાનિદેશકને સૂચનાઓ આપી છે.

 

હેડ કોન્સ્ટેબલ, તેના ઉપરી અધિકારી  હવે રાજ્યભરમાં ચલણ કાપી શકશે

અત્યાર સુધી શહેરી વિસ્તારમા જ ચલણ કાપવાની હતી સત્તા

અમદાવાદ, તા. 1પ:  રાજ્ય સરકારનાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરી અધિકારીઓ હવે ચલણ કાપી શકશે.  નોંધનીય છે કે પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતું તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરી અધિકારીઓ કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે. શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી. હવે હેડ કોન્સ્ટેબલ હવે રાજ્યનાં તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે.

 

સ્થાનિક સ્તરેથી જ મોટાભાગના પ્રશ્નોનું નિવારણ થાય તેવો હેતુ

આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચન કરવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા બેટ વિસ્તારમાં રૂ.93 લાખની કિંમતનું ચરસ મળ્યું September 18, Wed, 2024