• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નિરજ માત્ર 1 સેન્ટીમીટરથી ખિતાબ ચૂક્યો ડાયમંડ લીગ ફાઇનલમાં બીજા સ્થાને નિરજ ચોપરાનો 87.86 મીટર અને ચેમ્પિયન એન્ડરસનનો 87.87 મીટર દૂર થ્રો

બ્રસેલ્સ, તા. 1પ: ભારતનો સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા ડાયમંડ લીગનો ખિતાબ માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયો છે. ડાયમંડ લીગ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલ રાઉન્ડમાં 87.86 મીટરના થ્રો સાથે સતત બીજીવાર નિરજ ચોપરાએ બીજા સ્થાને રહીને સંતોષ માનવો પડયો છે. નિરજ ફરી એકવાર 90 મીટરની બાધા પાર કરી શક્યો નથી. બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતના આ સ્ટાર જવેલિયન થ્રો એથ્લેટે 2022માં ડાયમંડ લીગની પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી હતી. ગયાં વર્ષે બીજા સ્થાને રહ્યો હતો. તેણે આ વખતે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. ચેમ્પિયન ગ્રેનેડાના ખેલાડી એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કર્યો હતો. જે નિરજથી ફક્ત એક સેન્ટીમીટર વધુ દૂર હતો. જર્મન એથ્લેટ જુલિયન વેબર 8પ.97 મીટરના થ્રો સાથે ત્રીજા નંબર પર રહ્યો હતો.

નિરજ ચોપરાનો અંગત સર્વશ્રેષ્ઠ દેખાવ 89.94 મીટર છે જ્યારે સીઝનનો બેસ્ટ થ્રો 89.49 મીટર છે. તેણે ડાયમંડ લીગના ફાઇનલમાં 6 પ્રયાસમાં 86.82, 83.49, 87.86, 82.04, 83.30 અને 86.46 મીટર દૂર થ્રો કર્યા હતા. ચેમ્પિયન બનનાર એન્ડરસનને ટ્રોફી સાથે 30 હજાર ડોલર મળ્યા હતા જ્યારે બીજા સ્થાન પરના નિરજને 12 હજાર ડોલર મળ્યા હતા.

ભારતીય દોડવીર અવિનાશ સાબલેએ ડાયમંડ લીગના ફાઇનલમાં પહેલીવાર ભાગ લીધો હતો. 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં તે 8 મિનિટ અને 17.09 સેકન્ડના સમય સાથે 10 ખેલાડીઓ વચ્ચે નવમા સ્થાને રહ્યો હતો. ડાયમંડ લીગ ફાઇનલમાં પહેલીવાર ભારતના બે એથ્લેટે ભાગ લીધો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દ્વારકા બેટ વિસ્તારમાં રૂ.93 લાખની કિંમતનું ચરસ મળ્યું September 18, Wed, 2024