• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

રાજકોટમાં એસ્ટેટ બ્રોકર સાથે જમીનનો સોદો કરી રૂ.1.90 કરોડની ઠગાઈ

ચાર ચીટરો સામે ગુનો નોંધાયો : અટલ સરોવર પાસે જમીનના નકલી માલિક બની સરપદડ, બંગાવડીના શખસોએ કળા કરી

એક એકરના છ કરોડ લેખે 30 કરોડમાં સોદો કર્યો’તો

 

રાજકોટ, તા.6 : રૈયારોડ પર રહેતા ફરસાણના ધધાંર્થી અને એસ્ટેટ બ્રોકર સાથે અટલ સરોવર પાસે જમીન વેચવાના બહાને બંગાવડી, સરપદડ સહિતના ચાર ચીટરોએ રૂ.1.90 કરોડની રકમ લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી ચારેય ચીટરોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રૈયારોડ પરની હનુમાન મઢી પાસે તિરૂપતિનગર-રમાં રહેતા અને મઢી ચોકમાં મુરલીધર ફરસાણ નામે દુકાન ધરાવતા અને એસ્ટેટ બ્રોકર તરીકે કામધંધો કરતા ભુપતભાઈ ગોવિંદભાઈ ઠુમ્મર નામના પ્રૌઢે હાલમાં રાજકોટમાં રહેતા અને મૂળ ટંકારાના બંગાવડીના મનીષ કચરા દેત્રોજા, પડધરીના સરપદડના શૈલેષ, રવિ વાઘેલા, ધુસા ધેલા સીતાપરા નામના ધરાણ કરનાર અજાણ્યા શખસો વિરુદ્ધ જમીનનો સોદો કર્યાના બહાને રૂ.1.90 કરોડની રકમ પડાવી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે ચારેય શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી ભુપતભાઈ ઠુમ્મરને ર0ર3 સપ્ટે.માં ગાધીગ્રામમાં રહેતા મિત્ર દાઉદે વેજાગામમાં જમીન વેચાઉ હોવાની વાત કરતા બનને જોવા ગયા હતા અને મનીષ નામના દલાલને બોલાવ્યો હતો અને બાદમાં આ જમીનના ભાવ ઉંચા લાગતાના પાડી હતી. બાદમાં અઠવાડિયા પછી મનીષ દુકાને આવ્યો હતો અને મારા મિત્ર શૈલેષના મામા ધુસા વેલા સીતાપરાની ઘંટેશ્વર પાસે પાંચ એકર જમીન આવેલી છે અને આ જમીન એક એકરના છ કરોડનો ભાવ આપ્યો હતો અને ભુપતભાઈએ આ જમીન લેવા માટેથી ટોકન આપ્યું હતું. બાદમાં મનીષ સાથે ભુપતભાઈ અટલ સરોવર  પાસે આવેલી જમીન જોવા લઈ ગયા હતા અને જમીનના કાગળો માગતા નકલ આપી હતી. જેમાં માલિક ધુસા સીતાપરાનું નામ હતું.

ત્યાર બાદ જમીન માલિક ધુસા સીતાપરાનું આધારકાર્ડ-પાનકાર્ડ, દુકાને આપી ગયા હતા અને એક એકરના છ કરોડ લેખે 30 કરોડમાં સોદો નક્કી કર્યો હતો અને આ રકમ દોઢ વર્ષમા આપી દેવાનું નક્કી કર્યું હતું અને અઠવાડિયા બાદ તા.13/9/ર3ના સાટાખત કરવાનું નક્કી કર્યું હતું અને મહાપૂજા ચોકમાં આવેલી વકીલની ઓફિસે ભુપતભાઈ તથા તેના જમાઈ પ્રિતેશ ગીરધર ખુંટ, અલકાપુરીમાં રહેતા મિત્ર મોહસીન મોગલ ગયા હતા અને સામાપક્ષે મનીષ, શૈલેષ, રવિ વાઘેલા અને જમીન માલિક ધુસા સીતાપરા હતા અને ધુસાએ નોટરાઈઝ સાટાખત કરી આપ્યું હતું અને જમીનનો સોદો રૂ.પ.ર1 કરોડમાં નોંધાયો હતો તેમજ સુથી પેટે એક કરોડ ચુકવ્યાનો ઉલ્લેખ હતો અને રૂ.પ0 લાખની રોકડ અને રૂ.પ0 લાખનો ચેક આપવાનું નક્કી કર્યું હતું. તેમજ દસ-દસ લાખના બે ચેક આપ્યા હતા. બીજા દિવસે રૂ.ર0 લાખની રકમ ઘેરથી શૈલેષ, મનીષ અને ધુસાભાઈ લઈ ગયા હતા. બાદમાં મિત્ર મયુર રાદડિયાની ઓફિસેથી ત્રણેય શખસ રૂ.પ0 લાખની રકમ લઈ ગયા હતા. અઠવાડિયા બાદ ફરીથી રૂ.પ0 લાખની રકમ ત્રણેયને આપી હતી. કુલ રૂ.1.90 કરોડની રકમ ચૂકવી હતી અને બન્ને ચેક પરત લઈ લીધા હતા.

દરમિયાન ચારેક માસ બાદ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે ટવીન ટાવરમાં ભુપતભાઈ ઠુમ્મર તેના મિત્ર મયુર રાદડિયાની ઓફિસે બેઠા હતા ત્યારે ઘંટેશ્વરના નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા બેઠા હતા ત્યારે અટલ સરોવર પાસેની ધુસા સીતાપરાની જમીનનો સોદો કર્યાની વાત કરતા નરેન્દ્રસિંહે આ જમીન તેને લેવી હતી પરંતુ ધુસાભાઈએ ના પાડી હતી અને નરેન્દ્રસિંહને સાટાખત બતાવતા સાટાખતમાં રહેલો ફોટો ધુસાભાઈનો નહીં હોવાનું જણાવ્યું હતું. ધુસાભાઈનું સરનામું લઈ મળતા આ ફોટો તેનો નહીં હોવાનું અને તેની જમીનનું બોગસ સાટાખત બનાવી જમીન વેચાણના બહાને ઠગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. બાદમાં ચારેય શખસને મળવા બોલાવતા એક માસમાં નાણા પરત કરી દેવાનું જણાવ્યું હતું અને ચારેય શખસે જમીન વેચાણના બહાને ઠગાઈ કરી હોવાનું જણાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ચારેય શખસને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024