• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બાંટવા પાસે અમદાવાદના બે સેલ્સમેન પર હુમલો કરી રૂ.1.15 કરોડના દાગીનાની લૂંટ

ત્રણ લુટારુઓને ઝડપી લેવા પોલીસની દોડધામ

જુનાગઢ/માણાવદર/બાંટવા, તા.6 : જુનાગઢ -પોરબંદર હાઈવે પરના બાંટવાના પાજોદ ગામ પાસે અમદાવાદના બે સેલ્સમેનની કારને ત્રણ લુટારુઓએ આંતરી હુમલો કરી રૂ.1.1પ કરોડની મતાની લૂંટ ચલાવી ફરા થઈ ગયાનો બનાવ પોલીસમાં નોધાતા જીલલાભરની પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે લુટારુઓને ઝડપી લેવા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડી ઝડપી લેવા અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદમાં સંજયભાઈ બાલચંદભાઈ શાહની કલા ગોલ્ડ ફેકટરીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા અમદાવાદના યાજ્ઞિક ધર્મેન્દ્ર જોષી અને ધનરાજ ભાંગડે નામના બંને સેલ્સમેનો ફેકટરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રૂ.1પ હજારની રોકડ લઈ ગત રાત્રીના કુતીયાણા તરફથી કારમાં બાંટવા -કુતીયાણા રોડ પરથી સોમનાથ જવા

નીકળ્યા હતા.

દરમિયાન બાંટવાના પાજોદ પાસે કારમાં પંચર પડતા કાર ઉભી રાખી ટાયર બદલાવતા હતા ત્યારે અચાનક એક શખસ ધસી આવ્યો હતો અને બંને સેલ્સમેન સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન અન્ય બે શખસો છરી સાથે ધસી આવ્યા હતા અને બંને સેલ્સમેન પર હુમલો કરી કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને વેપારના રૂ.ર.પ0 લાખની રોકડ, મોબાઈલ સહિત રૂ.1.1પ કરોડની મતાની લૂંટ ચલાવી ત્રણેય લુટારુઓ ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતા પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને સઘળી હકીકત મેળવી હતી. હુમલામાં ઘવાયેલા  સેલ્સમેન ધનરાજ ભાંગડેને  હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં બંને સેલ્સમેન પ્રથમ મહેસાણા ગયા હતા અને ત્યાંથી પરત ઘેર આવ્યા બાદ જુનાગઢ પહોંચી હોટલમાં રોકાયા હતા અને જુનાગઢમાં વેપારીઓને મળ્યા હતા. પરંતુ કાંઈ વેચાણ કર્યું નહોતું અને બીજા દિવસે તાલાલા ગયા હતા ત્યાં કાના જવેલર્સમાંથી ઉઘરાણી પેટે 47 ગ્રામ સોનુ લીધું હતું અને જુનાગઢ રોકાયા હતા. બપોર બાદ માણાવદર ગયા હતા અને ત્યાં આશીષ નામના વેપારીને એક વીટી વેચી હતી અને અગાઉનું બાકી પેમેન્ટ રૂ.ર.46 લાખની રોકડ  લીધી હતી.

ત્યાર બાદ ત્યાંથી કુતીયાણા વેપારીને મળી સાંજે બાંટવા આવવા નીકળ્યા હતા ત્યારે પાજો પાસે કારમાં પંચર પડતા ટાયર બદલાવતા હોય એક બાઈકસવાર આવ્યો હતો અને ઝઘડો કર્યા બાદ અને બે શખસો આવ્યા હતા અને હુમલો કરી લૂંટ ચલાવી બાઇકમાં નાસી છુટયા હતા. પોલીસે સેલસમેન યાજ્ઞિક જોષીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા લુટારુઓ વિરુધ્ધ રૂ.1.1પ કરોડની મતાની લૂંટ-હુમલાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે લુંટારુઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી હતી તેમજ અગાઉ લૂંટ સહિતના ગુનામાં પકડાયેલ અને શકમંદ જણાતા શખસોને ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ  શરૂ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024