• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સુરતમાં યુ.કે.ના વર્ક વિઝાના બહાને રૂ.21 લાખની ઠગાઈ

ત્રણ ઈસમે લાલચ આપી પૈસા પડાવી લીધા

 

સુરત, તા.6: શહેરના પલસાણામાં આવેલ ડેરીમાં માર્કેટિંગનું કામકાજ કરતા ઉધનાના પ્રૌઢે તેના પુત્રને યુકેમાં હોટલ મેનેજમેન્ટની નોકરી કરવા મોકલવા માટે વર્ક પરમીટ વિઝા કઢાવવાના માટે અમદાવાદની કંપનીને કામ સોંપ્યું હતું. અમદાવાદની કેબીસી ઈમીગ્રેશન સર્વિસના વહીવટકર્તા સહિત ત્રણ ઈસમે તેમની

પાસેથી રૂ.ર1 લાખ પડાવી લઈ વિઝા કઢાવી ન આપી છેતરપિંડી કરી હતી.

ઉધના હરીનગરની શુભ રેસીડેન્સીમાં રહેતા અને પલસાણામાં આવેલ ગુરુભોગ પ્રા.લી.નામની ડેરીમાં માર્કેટિંગની નોકરી કરતા કમલેશભાઈ રણછોડલાલ પટેલ (ઉં.પ1)નો પુત્ર વેદાંતએ સિંગાપુર ખાતે હોટલ (હોસ્પિટાલીટી) મેનેજમેન્ટનો અભ્યાસ પુરો કરી યુકેમાં હોટલ મેનેજમેન્ટમાં નોકરી કરવા માંગતો હતો. જેના માટે ઓનલાઈન સર્ચ કરતા અમદાવાદ નવરંગપુરામાં આવેલી કેબીસી ઈમીગ્રેશન સર્વિસના વહીવટકર્તા ચિરાગ સિહોરાની જાહેરાત જોઈ હતી અને જેમાં આપેલા મોબાઈલ નંબર ઉપર ચિરાગને કોલ કર્યો હતો. ચિરાગે યુકે વર્ક પરમીટ વિઝા માટે ર3 લાખનો ખર્ચ જણાવ્યો હતો.

જેથી વેદાંતે તેની અમદાવાદની ઓફિસમાં જઈ પ લાખ આપ્યા હતા ત્યારબાદ ટુકડે ટુકડે કરી ર3 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં આરોપી તરીકે પેટલાદની કે.યુ. ઓવરસીસના ઉત્સવ પટેલ અને વડોદરાની યુરોકેનના ગૌરાંગ પટેલના નામ પણ અપાયા છે.

 

સુરતમાં ચોથા માળેથી તરુણીએ ઝંપલાવતા મૃત્યુ

સુરત, તા.6: પાંડેસરા ખાતે પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા સંજયસીંગની પુત્રી પાયલ (ઉ.17) ગઈકાલે બપારેના સમયે ભેસ્તાન પ્રિયંકા ચોકડી પાસે આવેલા સિસ્કા પ્લાઝાના ચોથા માળેથી નીચે પટકાઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે જાણ કરવામાં આવતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે તરૂણીના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે તેની કોઈ દ્વારા હત્યા કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ કરી રહેલા ભેસ્તાન પોલીસ મથકના હેકો રાકેશભાઈએ જણાવ્યું હતું કે, પાયલ બે મહિના પહેલા રિસ્કા કોમ્પલેક્ષમાં આવેલા એક કોમ્પ્યુટર ક્લાસીસમાં કોમ્પ્યુટરનો કોર્સ શીખવા માટે જતી હતી. હાલમાં તે ભેસ્તાન ખાતે ડિઝાઈનિંગ કામકાજ શીખવા માટે જતી હતી. સીસી ટીવી કેમેરામાં તે એકલી કોમ્પલેક્ષની છત ઉપર જતી દેખાય છે. ઉપરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાત ક્યા કારણોસર કર્યો છે તે હાલમાં જાણવા મળ્યું નથી

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024