• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

જામનગરનાં ખીજડીયા બાયપાસ નજીક 305 બોટલ દારૂ પકડાયો

ટ્રકના ચોરખાનામાં સંતાડી લવાતો હતો

 

જામનગર, તા.6: જામનગર એલસીબીની ટીમે ખીજડીયા બાયપાસ પાસે આઈસર મીની ટ્રક પસાર થતા તેને અટકાવ્યો હતો અને તલાશી લીધી હતી. ટ્રકની અંદર ચોરખાના મળી આવ્યા હતા. જેમાંથી પોલીસે 30પ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળતા બે મોબાઈલ, એક આઈસર મીની ટ્રક વગેરે સહિત રૂ.16,32,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આઈસર ટ્રકમાં બેઠેલા રાજસ્થાનના બે શખસ જોગારામ મોતીરામ બારોટ તેમજ રેવતારામ ભુમારામ બારોટની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના મહાબાર ગામના વતની બનારામ ઉર્ફે બનેસિંહ રાજપૂતે સપ્લાય કર્યો હોવાનું અને જામનગર પહોંચ્યા બાદ મોબાઈલ ફોન મારફતે

સંપર્ક કરીને કોઈ ઈસમને

સપ્લાય કરવાનો હોવાનું જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024