• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કાલાવડમાં પાંચ મકાન-બે કારખાનામાંથી રૂ.2.85 લાખની મતાનો હાથફેરો કેમેરામાં કેદ ત્રણ બુકાનીધારી તસ્કરની શોધખોળ

જામનગર, તા.30 : કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં અવધ રેસી. અને હેલીપેડ સોસાયટીમાં એકસાથે પાંચ મકાનોમાં તસ્કરો ખાબક્યા હતા અને શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિન મનસુખ ભંડેરીના મકાનમાં ખાબક્યા હતા અને મકાનમાંથી રૂ.ર.10 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.ર.60 લાખની મતાની ચોરી કરી હતી તેમજ પડોશમાં રહેતા કપીલ ધરમદાસ પૂર્ણવૈરાગીના મકાનમાંથી રૂ.રપ હજારની રોકડની ચોરી કરી હતી.

તદુપરાંત આનંદ રમેશભાઈ સખિયા અને રાજેશ બધેલ તેમજ અલ્પેશભાઈ બગડાના મકાનમાં તસ્કરો ખાબક્યા હતા પરંતુ ત્રણેય મકાન માલિકો બહારગામ હોઇ ચોરીનો આંક જાણવા મળેલ નથી. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને આસપાસમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા ત્રણ બુકાનીધારી તસ્કરો કેદ થયા હતા. પોલીસની વધુ તપાસમાં રણુજા રોડ પર સાગર સિમેન્ટ પ્રોડક્ટ અને સનાતન ક્રોપ સાયન્સમાં પણ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે બુકાનીધારી તસ્કરો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક