જૂનાગઢના બે શખસે નુકસાનના નામે આચર્યુ કૃત્ય
જૂનાગઢ, તા.ર : જેતપુરના યુવાનને જૂનાગઢના બે શખસે વાહનમાં નુકસાનીના નામે વડાલ ચોકી વચ્ચે આંતરી છરીની અણીએ રૂ.પપ00 પડાવી લીધાની પોલીસમાં બે શખસ સામે ફરિયાદ નોંધાય છે.
આ અંગેની વિગત પ્રમાણે જેતપુરમાં રહેતા દર્શિત વિનોદ જોબનપુત્રા (ઉં.ર8) પોતાના બાઈક ઉપર જેતપુર જતા હતા ત્યારે જૂનાગઢના રમીઝ યુસુફ પઠાણ અને અહેમદ રજાક પઠાણે પોતાની એક્સેસથી પીછો કરી વડાલ-ચોકી વચ્ચે આંતરી જણાવેલ કે મારા સ્કૂટરને અકસ્માત કરી રૂ.પપ00નું નુકસાન કર્યુ છે તે નાણાની માગણી કરી હતી ગાળો શરૂ કરી હતી. બાદમાં આ બન્ને શખસે છરી બતાવી બળજબરીથી રૂ.પપ00 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે દર્શિત જોબનપુત્રાએ જૂનાગઢ તાલુકા પોલીસમાં બન્ને સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એસ.કે.ડામોરએ તપાસ હાથ ધરી છે.