• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

બોટાદમાં ફેક્ટરી માલિકની કાર-બુલેટમાં તોડફોડ કરી ચાર શખસે ધમકી આપી

અકસ્માતના મામલે ડખ્ખો કર્યે’તો

 

બોટાદ, તા.1 : પાંચપડા શિવાજીનગરમાં રહેતા અને પાળિયાદ રોડ પર પરફેક્ટ ફેક્ટરી નામે પેપર કોર્ન બનાવવાની ફેક્ટરી ચલાવતા વિરેન્દ્ર પ્રભુભાઈ ઓગાણજા નામના યુવાનનો મોટોભાઈ દેવેન્દ્રની બાઈક સાથે ગત તા.30ના કાર અથડાતા વિરેન્દ્રના ભાભી સોનલબેન બાઈક પરથી પટકાતા ઈજા થવાથી કારચાલકને ઠપકો આપ્યો હતો. બાદમાં આ અંગેનો ખાર રાખીને બોટાદમાં રહેતા જયુ ખાચર, રવિ ખાચર અને બે અજાણ્યા શખસ ફેક્ટરીએ આવ્યા હતા અને વિરેન્દ્ર સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઈપથી કાર-બુલેટમાં તોડફોડ કરી આતંક મચાવી નાસી છુટયા હતા. આ અંગે પોલીસે વિરેન્દ્રની ફરિયાદ પરથી જયુ ખાચર, રવિ ખાચર સહિત છ  શખસ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક