• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

મોટી મોલડી પાસેથી 1 કરોડના દારૂ ભરેલા ટેન્કર- ટ્રક સાથે બે શખસ ઝડપાયા રાજકોટના બુટલેગર-રાજસ્થાનના સપ્લાયર સહિત સાત શખસની શોધખોળ

દારૂ-ટેન્કર-ટ્રક સહિત રૂ.1.23 કરોડનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.ર0 : ચોટીલા હાઈવે પરના મોટીમોલડી પાસેથી પોલીસે  એક કરોડના દારૂ ભરેલા ટેન્કર-ટ્રક સાથે બે શખસને ઝડપી લઈ |.1.ર3 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજકોટના બુટલેગર અને રાજસ્થાનના સપ્લાયર સહિત સાત શખસની સંડોવણી ખુલતા ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ચોટીલા હાઈવે પરના મોટીમોલડી પાસેથી દારૂ ભરેલા ટેન્કર-ટ્રક પસાર થવાના હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન મોટીમોલડી પાસેથી ટેન્કર નીકળતા ઝડપી લીધું હતું અને ટેન્કરની તલાસી લેતા તેમાંથી રૂ.66.10 લાખની કિંમતની 11પ44 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે દારૂ-ટેન્કર સહિત રૂ.76.1ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ચાલક કમલેશકુમાર સદારામ બિશ્નોઈને ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક કમલેશકુમારે એવી કબુલાત આપી હતી કે આ દારૂનો જથ્થો ગોવાથી ભરી રાજકોટના બુટલેગરને પહોંચાડવાનો હતો. પોલીસે રાજકોટના બુટલેગર, સપ્લાયર તેમજ ટેન્કર માલિક સુખદેવરામ ભીયારામ બિશ્નોઈ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

તેમજ નાની મોલડી પાસેથી પોલીસે બાતમીના આધારે ટ્રકને ઝડપી લીધો હતો અને ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂ.37.પ0 લાખની કિંમતની 6પ63 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે દારૂ-ટ્રક સહિત રૂ.47.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલક લક્ષ્મણભારથી આનંદભારથી ગૌસ્વામીને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજકોટના બુટલેગરને પહેંચાડવાનો હતો અને ક્રિષ્નારામ મારવાડીએ આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. પોલીસે રાજકોટના બુટલેગર, સપ્લાયર અને ટ્રકમાલીક ભજનલાલ પ્રેમારામ બીશ્નોઈ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025