અલગ અલગ બનાવમાં પોલીસે તપાસ
હાથ ધરી
મોરબી, તા.1પ: મોરબી અને હળવદ
તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવો નેંધાયા હતા જેમાં પાંચ વ્યક્તિના મૃત્યુ
મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ
ગામે રહેતા કેશવજીભાઈ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) નામના વૃદ્ધ ગત તા.13ના રોજ ભડિયાદ ગામ
નજીક રેલ્વે ટ્રેક પર મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન અડફેટે આવી જતા તેનું મૃત્યુ થયું
હતું. જ્યારે બીજા બનાવમાં મોરબીના તળાવીયા શનાળા ગામ નજીક નીયોલેક્ષ સેનેટરીની લેબર
કોલોનીમાં રહેતા રામનિવાસ અનંદી સીંગ (ઉ.વ.પ6) નામના પ્રૌઢને લેબર ક્વાર્ટરમાં છાતીમાં
દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સારવારમાં પૌઢનું મૃત્યુ થયુ હતું.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ રાધા પાર્ક-રમાં રહેતા પ્રિન્સ અમિતભાઈ
પરમાર (ઉ.વ.18) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચોથા બનાવમાં
મૂળ છોટા ઉદેપુરનો વતની હાલ રણમલપુર ગામની સીમમાં વાડીએ રહેતા અમીષા ઉર્ફે વર્ષા રમેશભાઈ
વેલીયાભાઈ ઉર્ફે વેલજીભાઈ નાયક (ઉ.વ.17) નામની સગીરા વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી
લીધી હતી. સગીરા ઘરકામ કે ખેતીકામ કરતી ન હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી ઝેરી દવા
પી લીધી હતી. જ્યારે સગીરાનું સારવારમાં મૃત્યુ થયુ હતું. તેમજ પાંચમાં બનવામાં મૂળ
પંચમહાલ જીલ્લાના વણતી હાલ જુના ઘાટીલા ગામની વાડીમાં રહેતા શૈલેષભાઈ સવજીભાઈ બારૈયા
(ઉ.વ.3ર) નામના યુવાન નવા ઘાટીલા ગામની સીમમાં કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવાનની
પત્ની રીસામણે જતી રહેતા નાસીપાસ યુવાને કેનાલના પાણીમાં કુદી આપઘાત કર્યાનું ખુલ્યુ
છે.