• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ટંકારાના છતર ગામ પાસે જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી 92 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

ટંકારા પોલીસનો દરોડો : 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે : પાંચ શખસ ફરાર

મોરબી, તા.1પ: છતર ગામ પાસે જી.આઈ.ડી.સી.માં આવેલા એક ગોડાઉનમાં ટંકારા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ કરી રૂા.એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા નમાનો શખ્સ છતર ગામ પાસે જી.આઈ.ડી.સી.માં જલારામ પ્લાસ્ટિકની બાજુમાં આવેલું એક ગોડાઉન ભાડે રાખીને ત્યાં પરપ્રાંતમાંથી ઈંગ્લિશ દારૂનો સંગ્રહ કર્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ પાડતા ગોડાઉનમાંથી એક કન્ટેનર ટ્રેઈલર અને બોલેરો પીકઅપ સહિત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 4956 વિદેશી દારૂની બોટલ કી.રૂા.64,42,800/- અને 27,600/- નંગ પ્લાસ્ટિકના ચપલા કિંમત રૂા.27.60 લાખ તેમજ મોબાઈલ ફોન 4 અને ટ્રેઈલર તથા બોલેરો પીકઅપ મળી કુલ રૂ.1,17,22,800/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી આરોપીઓ કમલેશ બાપુલાલ વડેરા (ઉ.વ.ર9) (રહે. હાલ રાજકોટ મુળ વતન જોલાવટ ગામ), જીતમલ કાલીયા કટારા (ઉ.વ.36) (રહે. હાલ રાજકોટ મુળ રહે.રતનપરા નોગામા, રાજસ્થાન)ને પકડી લીધા હતા અને સ્થળ પરથી ટ્રેઈલરનો ચાલક કેહરારામ હરખારામ (રહે. લુણાડા-રાજસ્થાન)), બાલેરોનો ચાલક રાજુરામ (રહે. હાલ રાજકોટ મૂળ (રાજસ્થાન), ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા, ભાગીદાર માણસુર દેવદાનભાઈ ડાંગર (રહે. બન્ને મોરબી) અને દારૂનો જથ્થો મોકલનારને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક