પોરબંદર, તા.13: પોરબંદરમાં એક સગીરાને સોશ્યલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર શરીર સંબંધ બાંધનાર છાયાના ઈસમ સામે ભોગ બનનારના માસીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદરના
મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની સગી બહેનની સગીરવયની
દીકરી (ભાણેજ) એક વર્ષ પહેલા છાયા નવાપરામાં રહેતા જિજ્ઞેશ અશોક વાઘેલા સાથે ઈન્સ્ટાગ્રામ
એપ મારફતે સંપર્કમાં આવી હતી અને જિજ્ઞેશે તેને પ્રેમજાળમાં ફસાવી લલચાવી-ફોસલાવી બદકામ
કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપીને આઠેક મહિના પહેલા સગીરાનું અપહરણ કરીને લઈ ગયો
હતો અને પોતાના ઘરે ત્રણેક મહિના સુધી સાથે રાખી હતી. ત્યારબાદ માસીએ તેની ભાણેજને
જિજ્ઞેશના ઘરેથી પોતાના ઘરે લાવીને રાખી હતી.
એકવીસ
દિવસ પહેલા સગીરાને મોબાઈલમાં મેસેજ કરીને ‘મારી સાથે નહીં આવે તો તને, તારી માતાને
અને તારી માસીને મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. જેથી તા.1-4-2025 થી તા.21-12-2025
સુધી જિજ્ઞેશ અશોક વાઘેલાએ સગીરાને પોતાના ઘરે લઈ જઈ વારંવાર શરીર સંબંધ બાંધી ગુનો
કરતા પોક્સો સહીતની કલમો હેઠળ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.