• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

સુરતના સરથાણા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારા પ્રૌઢ વેપારીની ધરપકડ

સરથાણા પોલીસે નરાધમ પ્રૌઢને પકડી પૂછપરછ હાથ ધરી

સુરત, તા.13: સુરતમાં સરથાણા વિસ્તારમાં 57 વર્ષીય પ્રૌઢે છ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે બાળકીએ બધી હકીકત પરિવારજનોને જણાવતા પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતા એક 57 વર્ષીય વૃદ્ધ પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. એ દરમિયાન માસુમ પૌત્ર રડવા લાગ્યો હતો. જેથી તેના દાદા તેને ઘરે મુકવા માટે જતા હતા. તે વેળાએ જ તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહનભાઈ અણધણ (રહે.સરથાણા, મુળ રહે.હડમતીયા ગામ, પાલીતાણા, જિ.ભાવનગર)એ દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા હતા અને તેની છ વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મુકવા જવા માટે જણાવ્યું હતું. જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ છ વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી. દાદા તેમના પુત્રને ઘરે મુકવા ગયા તે વેળાએ વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર છ વર્ષની માસુમ બાળકીને શિકાર બનાવી હતી અને દુકાનની અંદર જ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવતા હકીકત સાંભળતાની સાથે જ પરિવાર ચોંકી ઉઠયો હતો અને બનાવ અંગે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી વિનોદ અણધણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક