• ગુરુવાર, 13 માર્ચ, 2025

સુરેન્દ્રનગરમાં મકાનમાં ધમધમતી ઘોડીપાસાની કલબ ઝડપાઇ : નવ શખસ પકડાયા

પાંચ ફરાર : રૂ. 23 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.1ર :  સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાં રહેતા શખસના મકાનમાં ઘોડીપાસાની કલબ ધમધમતી હોવાની બાતમીના આધારે એસએમસીના સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે  સંચાલક સહિત નવ શખસોને ઝડપી લઈ રૂ.ર3.0પ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને પાંચ શખસો ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આંબેડકરનગરમાં રહેતો મનસુખ ઉર્ફે ચકો રણછોડ ઉર્ફે બાબુ પરમાર નામનો શખસ તેના મકાનમાં ધોડીપાસાની કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે ગાંધીનગરથી એસએમસીના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડયો હતો. પોલીસે સંચાલક મનસુખ ઉર્ફે ચકો તેમજ અમીત કાનજી રાઠોડ, રામા રાણા ગમારા, વિશાલ વિનોદ માધવી, દીપકકુમાર ધનજી રાઠોડ, કુલદીપસિંહ રણજીતસિંહ રાઠોડ, ભુપત દેવા બોરીચા અને રમેશ જશવંત રાઠોડને ઝડપી લીધા હતા.

પોલીસે દરોડા દરમિયાન રૂ.પ.41 લાખની રોકડ, નવ મોબાઈલ, રૂ.13.પ0 લાખની કિંમતના સાત વાહનો મળી કુલ રૂ.ર3.0પ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન રાજુ ડાંગર, પ્રદિપ ઉર્ફે પાડો કાનજી સોલંકી, કાના ખત્રી, તેજસ ઉર્ફે ભૈયો અને ચોટીલાનો રવિ નામના શખસો ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ICC વન ડે ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓ છવાયા કપ્તાન રોહિત ફાયદા સાથે ત્રીજા સ્થાને : ગિલ ટોચ પર યથાવત્ March 13, Thu, 2025