તમામ ઈજાગ્રસ્ત જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ
જામનગર,
તા.3 : જામનગરમાં ઝાકીરભાઈ ગોરીના ઘરનો ધૂપનો ધુમાડો બહાર આવતાં તે ધુમાડાના કારણે
પાડોશીઓને તકલીફ થતી હતી. જે અંગે સમજાવવા જતાં બન્ને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો,
અને મારામારીનો બનાવ બન્યો હોવાથી પોલીસ ફરિયાદ કરાઇ છે. તમામ ઇજાગ્રસ્તોને જામનગરની
સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
જામનગરમાં
મોરકંડા રોડ પર રબ્બાની પાર્ક શેરી નંબર-1માં રહેતા કાસીમભાઈ ઇસાભાઈ હિંગોરા નામના
23 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના માતા, ભાઈ અને બહેન ઉપર છરી, ધોકા, પાઇપ,
લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા માઈનોરબેન આસિફભાઇ
ચૌહાણ, આસિફભાઇ ચૌહાણ, ઝાકીર મોહમ્મદ ગોરી, રેહાન ઝાકીરભાઇ ગોરી, આયાન રફાઈ, સોહિલ,
નજમાબેન ઝાકીર ભાઈ ગોરી, ફિઝાબેન જાકીરભાઇ ગોરી અને સાનિયાબેન ઝાકીરભાઇ ગોરી સહિત નવ
પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે માઇનોરબેન આસિફ હુસેન ચૌહાણએ પોતાના ઉપર
તેમજ પોતાના પરિવારના અન્ય ત્રણ સભ્ય પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા
કાસીમ ઈશાભાઈ હિંગોરા, ગુલશનબેન અકબરભાઈ ચમડિયા, ખેરુબેન ઇસાભાઈ હિંગોરા, ઇસાભાઈ ઓસમાણભાઈ
હિંગોરા, મોયુનુંદિન ઈસાભાઈ હીંગોરા અને મુસ્કાન ઈશાભાઈ હિંગોરા સહિત છ સામે વળતી ફરિયાદ
નોંધાવી છે.