વેરાવળ,
તા.9: ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડિયા તાલુકાનો રહેવાસી મનસુખભાઇ ઉર્ફે
મુન્નો ભીખાભાઇ ખસિયા લાંબા સમયથી ગેરકાયદે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો હતો.
જેથી
ઉના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેડ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની શહેરી તથા ગ્રામ્ય હદ વિસ્તારમાં
દાખલ નહીં થવા તા.17 ઓક્ટોમ્બર-2024ના હુકમથી ફરમાવવામાં આવ્યો હતો.
છતાં
આરોપી આજ રોજ જિલ્લા સેવા સદન કચેરી ખાતેનાં કમ્પાઉન્ડમાં ખુલ્લે આમ ફરતો હોવાનું ધ્યાને
આવતા કલેક્ટર કચેરીની હોમ શાખા ખાતે બેસાડી પોલીસ વિભાગને તાત્કાલિક જાણ કરી ધોરણસરની
કાર્યવાહી કરવા જણાવતા, પ્રભાસપાટણ પોલીસ સ્ટ્રેશન દ્વારા આરોપીની સ્થળ પરથી જ અટકાયત
કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.