• શનિવાર, 19 એપ્રિલ, 2025

રીબડા પાસે બે કારખાનામાં તસ્કરો ત્રાટક્યા : રૂ. 1.20 લાખના સામાનની ઉઠાંતરી

ત્રણ શખસ રિક્ષામાં આવી માલસામાન ઉઠાવી ગયા

ગોંડલ: રીબડા પાસે આવેલા સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં બે કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી  રૂ.1.20 લાખની મત્તા ઉસેડી લીધી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રીના રિક્ષામાં આવેલી ત્રિપુટીએ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું દેખાયું હોય તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં  રહેતા વેપારી પારસ સુરેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે રીબડા પાસે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ગંગા ફોર્જીંગ નામનું કારખાનું  અશોકભાઇ સાથે ભાગીદારીમાં શરૂ કર્યું છે. કારખાનામાં ફિટીંગ કરવાનો સમાન મગાવ્યો હોય તા.5ના રાત્રે કારખાનામાં મશીનરીનું ફિટીંગ કરવા મશીનની પીન, ગેર, સ્લાઇડર ગેરની કંગની, મોટર, સબ મર્સિબલ કેબલ, વાયર સ્વીચ સહિતનો સામાન  મૂકી રાત્રે 11:00 વાગ્યે કારખાનું બંધ કરી જતા રહ્યા હતા.

ં બીજા દિવસે સવારે 9:30 વાગ્યે કારખાને આવતા આ સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. બાદમાં સીસીટીવી કેમેરા તપાસતા અજાણ્યા ત્રણ શખસ કારખાનામાં આવતા જોવા મળ્યા હતા, અંદરથી સામાન લઈ નીકળતા હોવાનું પણ નજરે પડયું હતું. આજુબાજુમાં રિક્ષાના ટાયરના નિશાનો હતા. આ ઘટનાના એક બે દિવસ પૂર્વે બાજુમાં આવેલા નરેન્દ્રભાઈના કારખાનામાંથી પણ તસ્કરો 600 કિલો જેટલી વજનની લોખંડની પ્લેટ ચોરી કરી ગયા હતા. રાત્રે રિક્ષામાં આવેલા અજાણ્યા શખસો કુલ રૂ. એક  લાખની મતા તથા બાજુમાં આવેલા કારખાનામાંથી લોખંડની પ્લેટ 600 કિલો કિંમત રૂ. 20,000 મળી કુલ રૂ.1.20 લાખની મતા ચોરી કરી ગયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કર ટોળકીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક