‘આ
ફલેટ વિકેટ ન હતી, છતાં પરિસ્થિતિ અનુસાર બેટિંગ કર્યું નહીં’
મુલ્લાનપુર
(ચંદિગઢ), તા.16: પંજાબ કિંગ્સ સામેની આંચકારૂપ હાર બાદ કોલકતા નાઇટ રાઈડર્સના કેપ્ટન
અજિંકયા રહાણેએ આ કારમી હારની જવાબદારી પોતાના પર લીધી હતી. તેનું માનવું છે કે આ હાર
માટે બેટધરોની સામૂહિક નિષ્ફળતા અને ખુદનું ખરાબ રીતે આઉટ થવું જવાબદાર છે. કેકેઆર
ટીમ ફક્ત 112 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા 1પ.1 ઓવરમાં 9પ રનમાં ઓલઆઉટ થઇ હતી. રહાણેએ
સ્વીકાર્યું કે આ હાર ટીમને ઓવર કન્ફિડેન્ટ હોવાથી મળી. અમને ખબર હતી કે આ ફલેટ વિકેટ
નથી. રન કરવા માટે સાવધાની રાખવી પડશે. આમ છતાં અમે પરિસ્થિતિ મુજબ બેટિંગ કરી શક્યા
નહીં.
મેચ
પછી રહાણેએ કહ્યંy આ હારથી હું ઘણો નિરાશ છું. હું ખુદ આ હારની જવાદારી સ્વીકારું છું.
એક કપ્તાનના રૂપમાં હું બહુ ખરાબ રમ્યો. અમે ઘણી ખરાબ બેટિંગ કરી. અમારા બોલરોએ શાનદાર
બોલિંગ કરી અને પંજાબને ફક્ત 111 રન પર રોકી દીધું. એવું નથી કે પંજાબની બોલિંગ બહુ
સારી હતી, પણ અમે ખરાબ ફટકા મારી આઉટ થયા. અમારે ઘણો સુધારો કરવો પડશે.
રહાણે
ચહલના દડામાં એલબીડબ્લયૂ આઉટ થયો હતો. તેણે રીવ્યૂ લીધો નહીં. રીપ્લેમાં જોવા મળ્યું
કે રહાણે નોટઆઉટ હતો. રહાણેની વિકેટ સાથે મેચમાં નાટકિય વળાંક આવ્યો હતો. આ વિશે કેકેઆર
સુકાનીએ કહ્યંy કે એક બેટધરના રૂપમાં હું રિવ્યૂ બચાવી રાખવા માગતો હતો. જેથી પછીથી
કામ આવે કારણ કે અમારી પાસે એક જ રિવ્યૂ બચ્યો હતો. આથી મેં ડીઆરએસની અપીલ કરી ન હતી.
અંતમાં રહાણેએ કહ્યંy સારી વાત એ છે કે અમારા બોલરો હરીફ ટીમને ઓલઆઉટ કરી રહ્યા છે.
કેકેઆર સામે અગાઉ ચેન્નાઇના 9 વિકેટે 103 રન થયા હતા.