• શનિવાર, 19 એપ્રિલ, 2025

કેન્દ્રએ ભડકાવ્યા મુર્શિદાબાદમાં રમખાણો : મમતા

કોલકત્તામાં ઈમામોના સંમેલનમાં બંગાળના મુખ્યમંત્રીના પ્રહાર, નવા વકફ કાયદાનો વિરોધ : વિપક્ષોને એકજૂથ થવા આહવાન

કોલકત્તા, તા.16 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવા વકફ કાયદાનો વિરોધ કરતાં કેન્દ્ર સરકાર પર બીએસએફ સાથે મિલીભગતથી મુર્શિદાબાદમાં રમખાણો ભડકાવ્યાનો આરોપ લગાવ્યો છે સાથે ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષી દળોને ભાજપ સામે એકજૂથ રહેવા આહવાન કર્યુ છે.

બુધવારે કોલકત્તામાં ઈન્ડોર સ્ટેડિયમમાં ઈમામો તરફથી બોલાવવામાં આવેલા સંમેલનને સંબોધતા મમતા બેનર્જીએ કહયુ કે અમારી સરકાર પુરોહિતોને પણ વજીફા આપે છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર 40 હજારથી વધુ ઈમામ અને ર8 હજાર મુઅજ્જિનોને ભથ્થું મળે છે. અમે બંગાળને બદનામ કરવા ફેલાવેલી નકલી મીડિયા રિપોર્ટ પકડી છે. અમે તમામ ઈમામો અને પુરોહિતોનું સમ્માન કરીએ છીએ. અમે નજરુલ ઈસ્લામ, રવીન્દ્રનાથ ટાગોરની વિચારધારામાં વિશ્વાસ કરીએ છીએ.

તેમણે આરોપ લગાવયો કે મુર્શિદાબાદના રમખાણો ભાજપા-બીએસએફની મિલીભગત છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો બોલાવીને દંગા કરાવવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સૌથી મોટા ભોગી ગણાવતાં કહયુ કે મહાકુંભમાં અનેક લોકોનાજીવ ગયા. યુપીમાં એન્કાઉન્ટરમાં અનેક મર્યા. યોગી લોકોને રેલીઓ યોજવા દેતા નથી. ભાજપા બંગાળ અંગે ખોટી ખબરો ફેલાવી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક