એસટીની અડફેટે આવેલી રિક્ષાનો કચ્ચરઘાણ, મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેન બોલાવાઇ
અમદાવાદ,
તા.17:છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અકસ્માતોના બનાવ વધી રહયા છે. ગતરોજ રાજકોટમાં
સીટી બસ ચાલકે ચાર લોકોને કચડયા હતા. ત્યા આજે રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને
રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં 6 લોકોનાં મૃત્યુ થયા છે. બીજી તરફ મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનને બોલાવવામાં
આવી છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા
શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે
રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર બાબુભાઈ ફૂલવાદી,
કાંતાબેન ફૂલવાદી, ઇશ્વરભાઇ ફૂલવાદી, તારાબેન ફૂલવાદી, નરેશભાઈ ફૂલવાદી અને સાયરાબેન
ફૂલવાદી સહિતના તમામ 6 શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજયા છે.
અકસ્માતના
પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના
હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય લાવિંગજી ઠાકોર અને ઉચ્ચ અધિકારીઓ
પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાવિંગજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમા
તેમજ વધુ સારવારની જરૂર પડે તો ઇમરજન્સી એમ્બયુલન્સ
દ્વારા મોટી હોસ્પિટલમા લઇ જવામાં આવશે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોને વળતર
મળે તે માટે હું પ્રયત્ન કરીશ.
સમીના
વચ્છરાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસે તમામ મૃતદેહને
પીએમ માટે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. એસટી બસના
ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હોવાથી પોલીસે ડ્રાઈવરની પણ પૂછપરછ કરી છે.
ડ્રાઈવરને રીક્ષા ના દેખાતા અકસ્માત થયો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે.
રિક્ષા
અને બસના ગોઝારા અકસ્માતથી વાદી સમાજમાં શોક છવાયો છે. એસટીની બસ રાધનપુર ડેપોની બસ
હતી. જે રાધનપુરથી હિંમતનગર જઈ રહી હતી. જે બસનો એક રીક્ષા સાથે અકસ્માત થયો હતો. બસના
મુસાફરો કે ડ્રાઈવરને કોઈપણ જાતનું નુકસાન પહોંચ્યું નથી. અકસ્માત કેવી રીતે થયો તે
તો સ્થળ પર ગયેલા અધિકારી જ કહીં શકશે.