• શનિવાર, 19 એપ્રિલ, 2025

જામનગરમાંથી અપહરણ કરાયેલી સગીરા અને આરોપીને પંજાબથી શોધી લેવાયા

પોલીસે 38 મોબાઈલ નંબરની ટેકનિકલ એનાલિસીસના આધારે આરોપીનું પગેરું શોધ્યું

જામનગર, તા 17: જામનગરમાંથી એક સગીરાના અપહરણ અંગેની ગત જાન્યુઆરી માસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે 38 જેટલા મોબાઈલ નંબરની ટેકનિકલ એનાલિસીસના આધારે આરોપીનું પગેરું પંજાબમાં મળતા પોલીસે સગીરા અને આરોપીને પંજાબથી શોધીને લઇ આવી છે. 

પ્રાપ્ત બીગ્ત મુજબ ગત તા.6/1/2025 ના રોજ જામનગર ના સીટી ‘એ’ ડિવિ. પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે ગુનામાં ફરિયાદીની  સગીર વયની દીકરીને તા. 03/01/2025 ના કોઇ અજાણ્યો શખસ અપહરણ કરી લઇ ગયો હતો. જે ગુનો વણ શોધાયેલો હોવાથી તેને  શોધી કાઢવા માટે સીટી એ ડિવિ. પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો તથા ખંભાળિયા ગેઇટ ચોકીના સ્ટાફ પો.સબ.ઇન્સ. એમ.કે.બ્લોચ સાથે ભોગ બનનારની શોધખોળમાં હતા. દરમિયાન શકદાર અર્જુન રાજેશભાઈ વાઘેલાનો ફોન બંધ આવતો હોય જેથી 38 જેટલા મોબાઇલ નંબરની ટેકનીકલ એનાલીસ આધારે આ કામના ભોગ બનનાર તેમજ આરોપી અર્જુન રાજેશભાઇ વાઘેલા (રહે. દરેડ જી.આઈ.ડી.સી. ખોડિયાર માતાના મંદિર પાસે ) પંજાબ રાજ્યમાં હોવાની માહિતી મળી હતી .આથી પો.સબ.ઇન્સ. એમ.કે.બ્લોચ. તથા પો.હેડ.કોન્સ. જયેશભાઇ દલસુખભાઇ વઢેલ તથા પ્રદીપાસિંહ ટેમુભા જાડેજા તાત્કાલિક પંજાબ ખાતે તપાસમાં પહોંચ્યા હતા અને આરોપીને તેમજ ભોગ બનનારને પંજાબમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક