લિંગાયત, વોક્કાલિગા સમુદાયની નારાજગી
વચ્ચે આજે કેબિનેટ બેઠક
બેંગ્લુરુ
તા.16 : કોંગ્રેસ માટે કર્ણાટકમાં જાતિગત જનગણના મુશ્કેલીરુપ બની શકે છે કારણ કે રાજયની
બે જાતિ લિંગાયત અને વોક્કાલિગા સિદ્ધારમૈયા સરકાર વિરુદ્ધ મોરચો માંડવાની તૈયારીમાં
છે.
સરકારે
વિવાદાસ્પદ જાતિગત જનગણના રિપોર્ટ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવાના નિર્ણયથી આ બંન્ને સમુદાય
નારાજ છે. લિંગાયત અને વોક્કાલિગા આ રિપોર્ટને પોતાના રાજનીતિક પ્રભાવ સામે ખતરો માને
છે. રાજયની કોંગ્રેસ સરકાર પર બહારથી દબાણ વધી રહયું છે તો કેટલાક ધારાસભ્યોએ રિપોર્ટનો
વિરોધ કરી આંતરિક દબાણ વધાર્યુ છે. 17 એપ્રિલે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે
રાજય સરકારની સ્થિતિ સ્પષ્ટ થશે. વોક્કાલિગા સમુદાયના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે
સમાજના ધારાસભ્યોને મળી તેમની વાત સાંભળી અને કહયું કે એક સમુદાયના પ્રતિનિધિ તરીકે
અમે સાથે મળીને કેબિનેટમાં અમારો પક્ષ મજબૂતાઈથી રજૂ કરીશું.