જવાબ માટે 7 દિવસનો સમય માગી કેન્દ્રની આગામી આદેશ સુધી યથાસ્થિતિની ખાતરી : વકફ કાયદાને પડકારતી 100 જેટલી અરજી થતાં સુપ્રીમ નારાજ : પાંચમી મે ના રોજ વધુ સુનાવણી
નવી
દિલ્હી તા.17 : વકફ બોર્ડમાં આગામી આદેશ સુધી નવી નિયુક્તિ તથા સંપત્તિઓમાં બદલાવ પર
સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જવાબ દાખલ
કરવા 7 દિવસનો સમય માગતાં કોર્ટને આગામી આદેશ સુધી યથાસ્થિતિ જાળવી રખાશે તેવી ખાતરી
આપી છે. વધુ સુનાવણી પાંચમી મે ના રોજ થશે.
નવા
વકફ કાયદાને પડકારતી 100 જેટલી અરજી કોર્ટમાં દાખલ થતાં આટલી મોટી સંખ્યામાં અરજીઓ
પર સુપ્રીમે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અમે આટલી સંખ્યામાં આવેલી અરજીઓ પર સુનાવણી
ન કરી શકીએ. આટલી અરજીઓની જરૂર શું છે ? વધુમાં વધુ પ અરજી પર વિચાર કરી શકાય.
વકફ
(સંશોધન) અધિનિયમ ર0રપ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલા અરજદારોને ગુરુવારે મોટી રાહત
મળી હતી. આગામી એક સપ્તાહ સુધી વકફ બોર્ડમાં કોઈ પ્રકારની નિયુક્તિ કરી શકાશે નહીં
તથા બાય યૂઝરની સંપત્તિને ડિનોટિફાઈ નહીં કરી શકાય. જેના પર કેન્દ્ર સરકારે કોર્ટને
આવી ખાતરી આપી છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને સ્ટે નહીં લગાવવાની
માગ કરતાં સપ્તાહનો સમય માગ્યો જે કોર્ટે આપ્યો હતો.
સુપ્રીમ
કોર્ટમાં વકફના નવા કાયદાને પડકારતી અરજીઓ પર બીજા દિવસે બપોરે ર વાગ્યાથી સુનાવણી
થઈ હતી. કોર્ટે કહ્યું કે અરજદાર પાંચ દિવસમાં કેન્દ્રના જવાબ પર જવાબ દાખલ કરી શકે
છે ત્યાર બાદ મામલાને વચગાળાના આદેશ માટે ક્રમબદ્ધ કરાશે. એસજી મેહતાએ કહ્યું કે હું
સ્પષ્ટ રીતે કહી રહયો છું કે એવા મુદ્દા નથી
જેના પર મિલોર્ડ પ્રથમ દૃષ્ટિએ વાંચવા પર વિચાર કરે, મિલોર્ડે ઈતિહાસ પર વિચાર કરવો
પડશે. અમે સરકાર તરીકે લોકો પ્રત્યે જવાબદાર છીએ. ગામો અને ગામોને વકફ તરીકે લેવામાં
આવે છે. આ કાયદો એક સુવિચારિત ભાગ છે. સ્વીકૃતિ પહેલા અરજીઓ દાખલ કરવામાં આવી છે.
એસજીએ
સ્ટે નહીં લગાવવાનો આગ્રહ કરતાં સુપ્રીમ પાસે સપ્તાહનો સમય માગ્યો હતો જેથી જવાબ દાખલ
કરી શકાય કે આ કયારે થયું, કેવી રીતે થયું. જેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આજની
સ્થિતી જળવાઈ રહેવી જોઈએ જેથી પક્ષોના અધિકારોને નુકસાન ન થાય. આ પહેલા બુધવારે સુપ્રીમ
કોર્ટે નવા વકફ કાયદાની બંધારણિય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં કેન્દ્રને
પૂછયું હતું કે શું મુસલમાનોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોનો ભાગ બનવાની મંજૂરી આપવામાં
આવશે ?
-----------------
વકફ
ધાર્મિક નહી કાનૂની સંસ્થા : જગદમ્બિકા પાલ
વકફ
મુદ્દે બનેલી જેપીસીના ચેરમેને કહ્યું, એવા કેટલા ચુકાદા છે જેમાં વકફ બોર્ડને કાનૂની
સંસ્થા ગણવામાં આવી છે
નવી
દિલ્હી, તા. 17 : વકફ બોર્ડમાં મુસ્લિમો સિવાયના લોકોને સામેલ કરવાનો મામલો સુપ્રીમ
કોર્ટમાં સુનાવણી સમયે છવાયેલો રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે વકફ પ્રશાસનમાં બિનમુસ્લિમને
સામેલ કરવા પાછળના તર્ક ઉપર સવાલ ઉઠાવ્યો હતો. આ મામલે વકફ ઉપર બનેલી જેપીસીના ચેરમેન
જગદમ્બિકા પાલે કહ્યું હતું કે, વકફ બોર્ડ એક કાનૂની સંસ્થા છે અને તેમાં બિનમુસ્લિમ
સામેલ કરવાની પ્રક્રિયા યોગ્ય છે.
જગદમ્બિકા
પાલે કહ્યું હતું કે બિનમુસ્લિમોનો સવાલ આ પહેલા 2010માં રામરાજ ફાઉન્ડેશન વિરૂદ્ધ
યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે વકફ બોર્ડ ધાર્મિક સંસ્થા નથી, તે કાનૂની સંસ્થા છે જે
વકફ પ્રોપર્ટીની દેખભાળ કરે છે. અન્ય એક કેસનો હવાલો આપતા કહ્યું હતું કે વકફના નિર્ણયનો રિવ્યુ થઈ શકે છે એવો તમિલનાડુ હાઈકોર્ટનો
આદેશ છે અને તેની પાસે કોઈ સ્વાયત્ત ધાર્મિક અધિકાર નથી.
પાલે
આગળ ઉમેર્યું હતું કે તેઓ એવા ઘણા કેસ જોઈ ચુકયા છે જેમાં હાઈકોર્ટે કહ્યંyં છે કે
વકફ બોર્ડ ધાર્મિક સંસ્થા નથી. આ માટે બિનમુસ્લિમને
સામેલ કરવામાં આવવાથી ધાર્મિક સ્વતંત્રતામાં કોઈ દખલ થતી નથી. જેપીસી ચેરમેનના કહેવા
પ્રમાણે વકફ પ્રોપર્ટીની દેખભાળ કરતી સંસ્થા હોવાથી તેમાં પ્રશાસનના લોકો રહેશે.એક
પ્રશાસનિક સંસ્થામાં મુસ્લિમ કે બિનમુસ્લિમ સામેલ કરવા યોગ્ય છે.
સીધી
સુનાવણી ન કરી શકે સુપ્રીમ કોર્ટ : વિષ્ણુશંકર જૈન
વરિષ્ઠ
વકીલ વિષ્ણુશંકર જૈનના કહેવા પ્રમાણે વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી
કરી શકે નહી. જ્યારે પણ આવા કેસ આવ્યા છે ત્યારે સુપ્રીમે હાઈકોર્ટ જવાનો નિર્દેશ આપ્યો
છે. હવે જો સુપ્રીમ વચગાળાનો આદેશ આપશે તો ખોટું ઉદાહરણ જશે. વધુમાં કહેવામાં આવ્યું
હતું કે મંદિર બાય યુઝર ન હોય શકે, ચર્ચ બાય યુઝર ન હોય શકે, ગુરૂદ્વારા બાય યુઝર ન
હોય શકે તો પછી વકફ બાય યુઝર કેવી રીતે હોય શકે ? આ માટે વકફ બાય યુઝર ઉપર રોક મુકવી
જોઈએ અને તેના આધારે ખોટી રીતે પચાવવામાં આવેલી જમીન પરત લેવા કાર્યવાહી થવી જોઈએ.