કોલકતા સામેની જીતથી પંજાબનું મનોબળ ઉંચું : બેંગ્લુરુને હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ જીતની શોધ
બેંગ્લુરુ,
તા.17: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ જો ઘરેલુ મેદાન પર સીઝનની પહેલી જીત હાંસલ કરવી
હશે તો તેના બેટધરોએ શુક્રવારે રમાનાર મેચમાં પંજાબના સ્પિન આક્રમણનો મજબૂતીથી સામનો
કરવો પડશે. આરસીબી બેટર્સને અહીંની ધીમી પિચ પર ગુજરાત ટાઇટન્સના સ્પિનર સાઈ કિશોર
અને દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ તથા વિપરાજ નિગમ વિરુદ્ધ સંઘર્ષ કરવો પડયો હતો.
હવે વિરાટ એન્ડ કું સામે યજુર્વેન્દ્ર ચહલની ચુનૌતિ રહેશે. સાથમાં મેક્સવેલ હશે.
આ
બન્ને ખેલાડી લાંબા સમય સુધી આરસીબી તરફથી રમી ચૂકયા છે. આથી અહીંના એમ. ચિન્નાસ્વીમી
સ્ટેડિયમની પીચથી સારી રીતે વાકેફ છે. કેકેઆર સામેના લો સ્કોરીંગ મેચમાં 4 વિકેટ ઝડપી
ફોર્મમાં પાછા ફરેલા ચહલનો સામનો આરસીબીના બેટર્સ માટે ટેસ્ટ બની રહેશે. બીજી તરફ આરસીબી
પાસે અનુભવી કુણાલ પંડયા અને સુયશ શર્માના રૂપમાં બે ઉપયોગી સ્પિનર છે. આરસીબી કપ્તાન
પાટીદારને આ બે પાસેથી સારા દેખાવની આશા રહેશે. પંજાબ પાસે અર્શદીપ અને યાનસનના રૂપમાં
બે સારા ફાસ્ટ બોલર છે, જો કે આરસીબીના હેઝલવૂડ અને ભુવનેશ્વર જેટલા અનુભવી નથી.
આરસીબીની
બેટિંગની ધરી ફરી એકવાર વિરાટ કોહલી છે. આ ઉપરાંત કપ્તાન રજત પાટીદાર, ફિલ સોલ્ટ, દેવદત્ત
પડીક્કલ, લિયામ લિવિંગસ્ટન, જિતેશ શર્મા અને ટિમ ડેવિડ બેટિંગ યૂનિટને મજબૂત બનાવે
છે. પીબીકેએલની બેટિંગ તાકાત તેનો કપ્તાન શ્રેયસ અય્યર છે. તેના સાથમાં પ્રિયાંશ શર્મા,
પ્રભસિમરનસિંઘ, નેહલ વઢેરા, શશાંક સિંહ અને સ્ટોઇનિસ છે. ગ્લેન મેકસવેલનું આઉટ ઓફ ફોર્મ
હોવું પંજાબને ભારે પડી રહ્યંy છે.