• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

જામનગર : સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવનાર આરોપીને 20 વર્ષની સખત કેદ

જામનગર, તા.10: જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પહેલા રાહુલ જેઠાભાઈ સાગઠિયા નમનો શખસ લગ્ન કરી લેવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયા પછી સગીરા પર આ શખસે દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને વાત કરશે તો સગીરાને તેની માતા તથા ભાઈને પતાવી દેવાની ધમકી આપી હતી.

આ બાબતની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી પોલીસે આઈપીસી તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી રાહુલ સાગઠિયાની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી રાહુલ જેઠાભાઈ સાગઠિયાને તક્સીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે. સગીરાને વળતર પેટે કમ્પેઈન્સેશનમાંથી રૂ.4 લાખ ચુકવવામાં આવશે. સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ જમીન ભંડેરી રોકાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક