ઉપલેટા
તા.10: રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની
યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં
આવી હોય જે અન્વયે જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરતા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી
હતી. અને વારંવાર ગુના કરતા ગુનેગારોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉપલેટા
પો.સ્ટે. વિસ્તારમાં અવાર-નવાર જુગારનો અખાડો ચલાવવાની પ્રવૃત્તિમાં પકડાયેલા આરોપી
રજાક ઉર્ફે બાવલો ઓસમાણભાઇ હિંગોરા જાતે-સંધી ઉ.વ.54 રહે સ્મશાન રોડ, ધરારના ડેલા પાસે,
ઉપલેટા જી.રાજકોટ વાળાને પાસા હેઠળ સુરત લાજપોર
મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ કામગીરી
એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ
તથા એલ.સી.બી.ટીમ દ્રારા મજકુર ઇસમને ઉપલેટાથી શોધી પાસા અટકાયતના હુકમની બજવણી કરી
મજકુર ઇસમને ઉપલેટા પો.સ્ટે. ના પોલીસ ટીમ દ્વારા પોલીસ જાપ્તા સાથે સુરત લાજપોર મધ્યસ્થ
જેલ ખાતે મોકલી આપાયો છે.