વડોદરા,
તા.10: વડોદરાની જીઆઈપીસીએલ કંપનીને એક ધમકી ભર્યો મેઈલ મળ્યો જેમા કંપનીને બોમ્બથી
ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલ મળતા કંપનીના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને
પોલીસ દ્વારા તાત્કાલીક તપાસ કરવામાં આવી હતી. આ મેઈલનું કનેક્શન શોધવા સાયબર સેલની
પણ મદદ લેવામાં આવી છે.
રણોલી
નજીક ધનોરા ખાતે આવેલી પાવર કંપની જીઆઈપીસીએલને આ ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જેને
પગલે ડીસીપી તેમજ અન્ય અધિકારીઓ બોમ્બ સ્કવોડને લઈ કંપની પર પહોંચ્યા હતા. કંપનીના
જુદા-જુદા વિભાગોમાંથી કર્મચારીઓને બહાર મોકલી ચાકિંગ કર્યા બાદ કંઈ શંકાસ્પદ હાથ ન
લાગતા પોલીસે રાહતનો દમ લીધો હતો. અગાઉ શહેરની સ્કૂલોને મળેલા ધમકીભર્યા મેઈલની જેમ
આ મેઈલનું કનેક્શન પણ ચેન્નઈ તરફ ખુલ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.