યમનના મહત્ત્વપૂર્ણ રાસ ઈસા પોર્ટ ઉપર હુમલો : હૂતીઓએ મૃત્યુઆંક વધવાનો દાવો કર્યો
વોશિંગ્ટન,
તા. 18 : યમનના હ્રૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે અમેરિકા દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં
74 લોકો મૃત્યુ પામ્યા છે અને 171ને ઈજા પહોંચી છે. આ હુમલો દેશના એક પોર્ટને નિશાન
બનાવીને કરવામાં આવ્યો હતો. હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે છેલ્લા એક મહિનાથી ચાલી
રહેલી એરસ્ટ્રાઈકમાંથી આ સૌથી ઘાતક હુમલો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકી
સેનાએ યમનના પ્રમુખ રાસ ઈસા પોર્ટ ઉપર હવાઈ હુમલાની પુષ્ટી કરી છે. સેન્ટ્રલ કમાન્ડ
અનુસાર આ હુમલાનો હેતુ હૂતી વિદ્રોહીઓની આર્થિક ક્ષમતાને કમજોર કરવાનો હતો. સેન્ટ્રલ કમાન્ડે એકસ ઉપર એક પોસ્ટમાં કહ્યું હતું
કે ઈરાન સમર્થિત હુતી વિદ્રોહી ઈંઘણનો ઉપયોગ પોતાના સૈન્ય અભિયાનોને જારી રાખવા, નિયંત્રણ
સ્થાપિત કરવા અને આયાતથી થતી કમાણીને હડપવા માટે કરતા હતા. આ ઈંઘણ વૈધ રૂપથી યમનની
જનતા સુધી પહોંચવું જોઈએ. અમેરિકી સેના અનુસાર રાસ ઈસા પોર્ટ હૂતી વિદ્રોહીઓની આર્થિક
શક્તિનો મોટો ત્રોત છે અને ત્યાં થનારી ઈંઘણની આવકને હથિયાર અને સૈન્ય અભિયાન માટે
ઉપયોગમાં લેવાતી હતી. આ માટે પોર્ટને નિક્રિય કરવું જરૂરી હતું.
ઉલ્લેખનીય
છે કે અમેરિકી સેના દ્વારા હુમલો હૂતી વિદ્રોહીખો દ્વારા રેડ સી અને ગલ્ફ ઓફ એડનમાં
નાગરીક જહાજ અને સૈન્ય જહાજો ઉપર હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. અમેરિકા 185 માર્ચથી
હૂતી છાવણીઓ ઉપર દરરોજ હુમલા કરી રહ્યું છે. રાસ ઈસા પોર્ટ યમનના ઉત્તરી હિસ્સામાં
આવેલું છે અને ત્યાંથી ઈંઘણની આપૂર્તિ અને વ્યાપાર થાય છે.
પહેલી
મે થી બંધ નહીં થાય ફાસ્ટટેગ
સરકારે
જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલો પર કરી સ્પષ્ટતા
નવી
દિલ્હી, તા.18: માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1મે, ર0રપથી ફાસ્ટટેગ
સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને
પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત જીપીએસ આધારિત જીએનએસએસ
ટોલ કલેક્શનની વાતો પર સ્પષ્ટતા કરતાં માહિતી આપી છે કે, હાલ આવી કોઈ યોજના નથી. મંત્રાલયે
જણાવ્યું કે, હાલ દેશભરમાં ક્યાંય સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સુવિધા લાગુ કરવાની
યોજના નથી. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ
મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. 1 મે, ર0રપથી ફાસ્ટટેગ સુવિધાઓ બંધ થવાના અહેવાલો પાયાવિહોણા
છે.