• શનિવાર, 19 એપ્રિલ, 2025

શાંતિ કરાર કરો, નહીંતર નથી કરવી મધ્યસ્થતા : ટ્રમ્પ રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટીમેટમ

વોશિંગ્ટન, તા.18: પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જો શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત કરવાના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે.

રૂબિયોએ જણાવ્યું હતું કે, અમે આ શાંતિ કરારનો પ્રયાસ અઠવાડિયા, મહિના સુધી જારી નહીં રાખી શકીશું નહીં. આથી આપણે ઝડપથી નિર્ણય લેવાની જરૂર છે. હું થોડા જ દિવસોની વાત કરી રહ્યો છું. આગામી થોડા સપ્તાહમાં જ નિર્ણય લેવામાં આવશે તો અમે મધ્યસ્થી રહીશું. જો નિર્ણય નહીં લેવાય તો અમે બહાર નીકળી જઈશું.

અમારે અન્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવુ પડશે. રૂબિયોએ પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત બાદ આ નિવેદન આપ્યું હતું.

--------------

તાલિબાન હવે આતંકી જૂથ નથી : રશિયા

મોસ્કો, તા.18: રશિયાની સુપ્રીમ કોર્ટે બે દાયકા પહેલા તાલિબાન પર મૂકેલા પ્રતિબંધો દૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટના આ પગલાથી મોસ્કો અને અફઘાનિસ્તાનમાં સ્વઘોષિત સરકાર ચલાવી રહેલા તાલિબાન જૂથ વચ્ચે સબંધોમાં સુધારાનો સંકેત આપે છે. રશિયાની સરકારી એજન્સી તાસ અનુસાર, કોર્ટના નિર્ણય બાદ તાલિબાનને આતંકવાદી જૂથની યાદીમાંથી બહાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, રશિયાએ તાલિબાન પર પ્રતિબંધ મૂક્યો હતો કે, તેની સાથે કામ કરનારી કોઈપણ સંસ્થા કે વ્યક્તિને રશિયાના કાયદા અનુસાર સજા આપી શકે છે. રશિયામાં કોર્ટ પાસે પાવર છે કે, તેઓ ઈચ્છે તેને કોઈપણ આતંકવાદી જૂથમાં સામેલ કે બહાર કરી શકે છે. રશિયાએ ર003માં તાલિબાનને આંતકી જૂથ જાહેર કર્યુ હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક