• શનિવાર, 19 એપ્રિલ, 2025

24 રાજ્યમાં આંધી, વરસાદનું એલર્ટ

ઉત્તર ભારતમાં વરસાદ, હિમાચલમાં કરા પડયા, રાજસ્થાનમાં ભીષણ ગરમી : હવામાન સંબંધિત બનાવમાં દેશમાં 24 કલાકમાં 13નાં મૃત્યુ

નવી દિલ્હી, તા.18 : અનેક રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ર4 રાજ્યમાં આંધી-વરસાદ સાથે 70 કિમી ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ જાહેર કર્યુ છે. યુપી-બિહાર સહિત ઉત્તર ભારતના અનેક રાજયમાં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હિમાચલમાં 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. શિમલાના લાહોલ-સ્પિતિના ગોંડલામાં આશ્ચર્ય વચ્ચે હિમવર્ષા થઈ છે. દેશના અલગ અલગ ભાગમાં હાલ હવામાનની વિચિત્ર પેટર્ન જોવા મળી છે.

યુપીમાં છેલ્લા ર4 કલાકમાં હવામાનને લગતાં વિવિધ બનાવમાં 13 લોકોના મૃત્યુ થયા હતા જેમાં વીજળી-આંધીથી અયોધ્યામાં 6, બારાબંકીમાં પ, અમેઠી અને બસ્તીમાં એક-એક મૃત્યુ સામેલ છે. યુપીના 37 જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું હતુ. હિમાચલ પ્રદેશમાં બે અને બંગાળમાં વીજળી પડતાં એકનું મૃત્યુ થયું છે. હિમાચલનાઅનેક ભાગમાં કરા સાથે વાવાઝોડુ ફૂંકાયું છે. હવામાન વિભાગે રાજ્યના 1ર જિલ્લામાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.

આઈએમડીએ સતત બીજા દિવસે ર4 રાજ્યમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યુ હતું જેમાં જમ્મુ-કાશ્મીર, લદાખ અને હિમાચલ તથા હરિયાણામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સામેલ છે. રાજસ્થાનમાં હાલ ગરમી અને લૂનો ભારે પ્રકોપ છે. બીકાનેર અને બાડમેરમાં પારો 4પ ડિગ્રી સે.થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક