• શનિવાર, 19 એપ્રિલ, 2025

પહેલી મે થી બંધ નહીં થાય ફાસ્ટટેગ

સરકારે જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલો પર કરી સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.18: માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1મે, ર0રપથી ફાસ્ટટેગ સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત જીપીએસ આધારિત જીએનએસએસ ટોલ કલેક્શનની વાતો પર સ્પષ્ટતા કરતાં માહિતી આપી છે કે, હાલ આવી કોઈ યોજના નથી. મંત્રાલયે જણાવ્યું કે, હાલ દેશભરમાં ક્યાંય સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સુવિધા લાગુ કરવાની યોજના નથી. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. 1 મે, ર0રપથી ફાસ્ટટેગ સુવિધાઓ બંધ થવાના અહેવાલો પાયાવિહોણા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક