• શનિવાર, 19 એપ્રિલ, 2025

જૂનાગઢના ચોકી પાસે બંધ ટ્રકમાં ઇકોકાર અથડાતા દંપતીનું મૃત્યુ : ત્રણને ઇજા

વસઇનો પરિવાર સોમનાથ દર્શનએ જતો હતો

જૂનાગઢ, તા.18: જૂનાગઢ તાલુકાના ચોકી (સોરઠ) પાસે રસ્તાની બાજુમાં બંધ પડેલા ટ્રકની પાછળ ઇકોકાર ધડાકાભેર અથડાતા સોમનાથના દર્શનએ જઇ રહેલા દંપતીને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું હતું અને ત્રણને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત પ્રમાણે મુળ ઉતર પ્રદેશના અને હાલ મહેસાણાના વસઇ ખાતે રહેતા આશિષસિંગ ભીમસિંહ ઠાકુરનો પરિવાર ઇકોકાર નં.જી.જે.01.કે.એસ. 5391માં પોતાના પિતા ભીમસિંગ, માતા પુષ્પાસિં તેમના મોટીબા મુન્નીસિંગ, પત્ની રબીસિંગ તથા દોઢ વર્ષનો પુત્ર રૂદ્રાક્ષસિંગ સોમનાથના દર્શનએ જઇ રહ્યા હતા. દરમિયાનમાં ગત રાત્રે નવેક વાગ્યાના અરસામાં ચોકી ગામ પાસે રસ્તાની સાઇડમાં બંધ પડેલા ટ્રક નં. જી.જે.11વાય-8139 સાથે ઇકો કારના ચાલકએ ધડાકાભેર અથડાવતા કારમાં બેઠેલા ભીમસિંગ (ઉ.વ.60) તથા તેમના પત્ની પુષ્પાસિંગ સહિતનાને ઇજા પહોંચી હતી. ઘવાયેલાઓને 108 એમબ્યુલન્સમાં જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા.ત્યાં ફરજ ઉપરના ડોકટરે તપાસી ભીમસિંગ ઠાકુર તથા તેમના પત્ની પુષ્પાસિંગને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આશિષસિંગ સહિત ત્રણને ઇજા પહોંચતા સારવારમાં દાખલ કર્યા છે. આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે આશિષસિંગ ભીમસિંગ ઠાકુરની ફરિયાદના આધારે ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક