બેંગ્લુરુ, તા.18: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેના મેચમાં કમોસમી વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. બેંગ્લુરુમાં સમી સાંજથી વરસાદ શરૂ થયો હતો. આથી મેચ નિર્ધારિત 7-30 કલાકે શરૂ થયો ન હતો. 9-00 વાગ્યા બાદ વરસાદ બંધ થયો હતો. આથી અમ્પાયરે મેદાનનું નિરિક્ષણ કરીને મેચ 9-4પ વાગ્યે શરૂ થશે અને 14-14 ઓવરનો હશે તેવી જાહેરાત કરી હતી. આથી ત્રણ બોલરને વધુમાં વધુ 4-4 ઓવર ફેંકવાની છૂટ મળશે જ્યારે બાકીની બે ઓવર કોઇ એક બોલર કરી શકશે.
પોઇન્ટ
ટેબલ પર હાલ આરસીબી ત્રીજા સ્થાને છે. તેના ખાતામાં 6 મેચમાં 4 જીતથી 8 અંક છે. પીબીકેએસ
ચોથા સ્થાને છે. તેના પણ અંક આરસીબી જેટલા જ છે. નેટ રન રેટમાં તે આરસીબીથી પાછળ છે.
પંજાબ કિંગ્સના કપ્તાન શ્રેયસ અય્યરે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.