પત્ની રેબેકાની પોસ્ટ બાદ હલચલ
મુંબઇ
તા.18: મુંબઇ ઇન્ડિયન્સ સામેની હાર બાદ સનરાઇઝર્સ
હૈદરાબાદનો કેપ્ટન સ્વદેશ ઓસ્ટ્રેલિયા પરત ફર્યોં હોવાની ખબર છે. કમિન્સની પત્ની રેબેકાએ
મુંબઇ એરપોર્ટની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં કમિન્સ અને તેની પત્ની
સામાન સાથે વિમાની મથકે ઉભા છે. ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર ફોટા સાથે રેબેકાએ લખ્યું છે
કે ગુડબાય ઈન્ડિયા. અમને ખુબસુરત દેશ આવીને ખુશી મળી. રેબેકાએ આ પોસ્ટ મુંબઇ સામેના
મેચ પછી કરી છે. આથી એવી ચર્ચા શરૂ થઇ છે કે કમિન્સ આઇપીએલની અધવચ્ચે સનરાઇઝર્સનો સાથ
છોડી ઓસ્ટ્રેલિયા પરત ફર્યોં છે. જો કે આ બારામાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેંચાઈઝીએ કોઇ
સત્તાવાર જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે હૈદરાબાદનો હવે પછીનો મેચ ફરી મુંબઇ
સામે જ છે અને તે એક સપ્તાહ પછી છે. આથી કમિન્સ 4-પ દિવસના બ્રેક માટે ઓસ્ટ્રેલિયા
ગયો હશે.