નવી દિલ્હી તા.18 : પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ મની લોન્ડ્રિંગના 14 વર્ષ જૂના એક કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી સંલગ્ન 800 કરોડની સંપત્તિ જપ્ત કરી છે જેમાં ર7.પ કરોડના શેર સાથે ડેલમિયા સીમેન્ટસ લી.ની 377.ર કરોડની જમીન ટાંચ કરાઈ છે.
ડીસીબીએલ
અનુસાર ટાંચ લેવાયેલી સંપત્તિની કુલ કિંમત 793.3 કરોડ રુપિયા છે. આ કાર્યવાહી એ સીબીઆઈ
કેસ સાથે જોડાયેલી છે જે ર011માં નોંધાયો હતો. આરોપ છે કે ડેલમિયા સીમેન્ટસે ભરતી સીમેન્ટ
કોર્પોરેશન પ્રા.લી.માં રોકાણ કર્યુ હતુ જે જગન મોહન સાથે સંબંધિત છે. ઈડીનો આરોપ છે
કે જગને પોતાના પિતા અને તત્કાલિન મુખ્યમંત્રી
વાઈએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરીને કડપા જિલ્લામાં 407 હેકટર જમીનની માઈનિંગ
લીઝ ડીસીબીએલને અપાવી હતી. જે કંપનીમાં જગનને સંલગ્ન 9પ કરોડનું રોકાણ હતું.