અમદાવાદ,
તા. 23: ગેરકાયદે દેશમાંથી અમેરિકા મોકલવાના કૌભાંડમાં મહત્ત્વનું અપડેટ સામે આવ્યું
છે. જેમાં કબૂતરબાજીના સૂત્રધાર બોબી ઉર્ફે ભરત પટેલના ભાગીદાર ઝાકીર શેખને અમદાવાદની
ગ્રામ્ય કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસનો આરોપી ભરત પટેલ અને તેનો
સાગરિત ઝાકીર શેખ પેરીસ, બાર્સેલોના, દુબઇ નેપાળ ખાતે નાસતો ફરતો હતો. આરોપીએ અત્યાર
સુધી 200 લોકોને વિદેશ મોકલ્યા છે. જેથી ગ્રામ્ય કોર્ટ આરોપીના 2 મે 2025 સુધીનાં રિમાન્ડ
કર્યા મંજૂર કર્યા છે. બે દિવસ અગાઉ જ સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા ઝાકીર શેખની હૈદરાબાદથી
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઝાકીર શેખ સામે ભારત સરકારે લૂકઆઉટ સર્ક્યુલર
અને ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.