જામનગર, તા.9: જામનગરમાં એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા એન.ડી.પી.એસ એક્ટ મુજબના 48 ગુનામાં જપ્ત કરાયેલા કિં.રૂા.53,04,955ના ગાંજા, ડ્રગ્સ સહિતના મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા જામનગર જિલ્લામાં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓના 48 ગુનાઓનો કોર્ટમાંથી એન.ડી.પી.એસ એક્ટ કલમ 52(એ) મુજબ નાશ કરવા માટેની મંજુરી મેળવાઈ હતી.
ત્યારબાદ 16,36,405ની કિંમતના
176 કિલો ગાંજો, મેફેડ્રોન પાવડર (219.4 ગ્રામ/મીલીગ્રામ કિં.રૂા.21,94,000), તથા એમ.ડી.એમ.એ
પાવડર (59 ગ્રામ/મીલીગ્રામ કિં.રૂા.5,90,000) તથા અફીણ (192 ગ્રામ કિં.રૂા.5,700) તથા
ચરસ (5.859 કિલો/ ગ્રામ કિં.રૂા.8,78,850) સહીત કુલ કિં.રૂા.53,04,955ના જથ્થાનો સૌરાષ્ટ્ર
એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. જુના કટારીયા ગામ, તા.ભચાઉ, જિલ્લો કચ્છ (ભુજ) ખાતે આવેલી
ઉચ્ચ તાપમાનવાળી ભઠ્ઠીમાં નાખીને સરકારી રાહે નાશ કરવામાં આવ્યો હતો.