• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

બોટાદ : પતિની હત્યા કેસમાં પત્નીને આજીવન કેદની સજા

બોટાદ, તા.12 : બોટાદ શહેરમાં પોતાના પતિની ગળું દબાવી હત્યા કરવાના ગંભીર ગુનામાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટએ મહિલા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  મનીષસહાય જે. પરાસર આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

આ બનાવ અંગે ફરિયાદી પીયૂષભાઈ રમેશભાઈ ચાવડાએ ગત તા.24ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમના ભાઈ કિશોરભાઈ રમેશભાઈ ચાવડાના લગ્ન ભાનુબેન સાથે થયેલ હતા. કિશોરભાઈએ ગળાફાંસો ખાધો હોવાનું જણાવતા પરિવારજનો ઘરે પહોંચ્યા હતા, જ્યાં કિશોરભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા.મૃતદેહનું પોસ્ટમોર્ટમ સોનાવાલા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેમાં પી.એમ. નોટમાં હાથથી ગળું દબાવવાથી હત્યા થયાનો સ્પષ્ટ અભિપ્રાય નોંધાયો હતો. પોલીસે તપાસ દરમિયાન ભાનુબેનની પૂછપરછ કરતા તેણીએ ગુનાની કબૂલાત કરી હતી. આથી આરોપી ભાનુબેન કિશોરભાઈ ચાવડા સામે ઈંઙઈ કલમ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તપાસ અધિકારી પી.આઈ. આર.બી. કરમટિયા દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી. કોર્ટમાં ફરિયાદ પક્ષે 12 સાક્ષીઓ અને 33 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટએ આરોપીને દોષિત ઠરાવી આજીવન કેદની સજા સંભળાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક