• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

રાજકોટમાં ગુજસીટોકના ગુના હેઠળ બાટલી ગેંગના વધુ ચાર સાગરીત ઝડપાયા

રાજકોટ, તા.13 : રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે ક્રાઈમ બ્રાન્ચે ખંતથી કરેલ કામગીરીમાં ગુના આચરતી ગેંગ પર ગુજસીટોકનું સસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ત્યારે ભૂતકાળમાં સોડા બાટલી ફેંકી જીવલેણ હ્નમલા કરતી ’બાટલી ગેંગ’ સામે ગુજસીટોક કરી નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પકડવાના બાકી ચાર શખ્સોની પણ પ્ર. નગર પોલીસે ધરપકડ કરી છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા દ્વારા શહેર વિસ્તારમાં બાટલી ગેંગ નામની ટોળકીના સાગરીતો દ્વારા ખૂન, ખૂનની કોશિશ, ધમકીઓ, અપહરણ, ધરફોડ ચોરીઓ, ફરજમાં રૂકાવટ તેમજ એન.ડી.પી.એસ. જેવા ગંભીર ગુનાઓ આચરતી ટોળકીને નિયંત્રણમાં લેવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા શખસનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગંભીર ગુન્હાઓ કરવામા તેઓને કયા કયા આરોપીઓની મદદ મેળવેલી તથા કોની કોની સાથે તે ગુન્હાઓ આચરે છે .

આ ગેંગ દ્વારા વર્ષ 2016 થી 2025 દરમ્યાન રાજકોટ શહેરમા આ ટોળકીના અન્ય 14 સભ્યો વિરૂધ્ધ તેના ગુન્હાહિત ઇતિહાસ આઘારે ગુજસીટોકની કલમો મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.જેમાં નવ આરોપી પકડાયા બાદ બાકી રહેલા શનિ ભરત ખવલીયાની ગોંડલ જેલમાંથી કબ્જો લીધો હતો. જ્યારે જાહિર મહમદ રફીક સંઘવાણી, કરણ મોહન અઠવલે અને સુજલ દિપક પરમારની પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવા અને ટીમે ધરપકડ કરી આગળની કાર્યવાહી આદરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક