• શનિવાર, 28 માર્ચ, 2026

જેતપુરમાં દેરડીધાર નજીક કૂટણખાના પર પોલીસનો દરાડો સંચાલિકા, સાગરીત અને બે ગ્રાહકોની ધરપકડ

જેતપુર,તા.27 : જેતપુર શહેરના દેરડીધાર આવાસ પાસે ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી કૂટણખાના પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે સંચાલિકા, તેના સાગરીત અને બે ગ્રાહકો સહિત કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને રૂ. 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે નજમાબેન ઈકબાલભાઈ મારફાણી અને તેનો સાગરીત સોહિલ ગરાણા બહારથી મહિલાઓ બોલાવી દેહવ્યાપારનો વ્યવસાય ચલાવે છે. દરોડા દરમિયાન મકાનમાંથી બે ગ્રાહકો હેમંતભાઈ બાવળીયા (રહે. ચરખડી) અને પાર્થભાઈ કાછડીયા (રહે. ભેડા પીપળીયા) રંગેહાથ ઝડપાયા હતા.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સંચાલિકા ગ્રાહક દીઠ રૂ. 1000 વસૂલી તેમાંથી 500 રૂપિયા કમિશન રાખતી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ અને બે ટુ-વ્હીલર મળી કુલ રૂ. 1,15,080નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય March 28, Sat, 2026