અમરેલી,તા.27 : અમરેલીના મોટા કસ્બાવાડ વિસ્તારમાં એક સગીરાની જાતીય સતામણી અને તેની માતા પર હુમલો કરવાની શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે આરોપી અબુતાલીબ સમસુદ્દીન બારૂની (સૈયદ) વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદ મુજબ, આરોપી છેલ્લા બે વર્ષથી સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. તાજેતરમાં સગીરાના વાળ પકડી તેને ઘસડીને ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સગીરાની માતા વચ્ચે પડતા આરોપીએ તેમને પણ ધક્કો મારી નીચે પાડી દઈ મુંઢ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે.