અમરેલી,તા.27 : અમરેલીના જેશીંગપરા વિસ્તારમાં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા યુવક સાથે અમદાવાદના એક વેપારીએ લોખંડના સળિયા મોકલવાના બહાને રૂ. 15.13 લાખની છેતરાપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
બનાવની
વિગત મુજબ, મયંકભાઇ જયંતીભાઇ માંગરોળીયા (ઉં.વ. 36) એ પોતાના કન્સ્ટ્રક્શન કામ માટે
અમદાવાદના વેપારી હિરેનભાઇ સખરેલીયા પાસેથી આશરે 26 ટન લોખંડના સળિયા મંગાવ્યા હતા.
આ પેટે તેમણે આરોપીની ’બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં ગત તા. 2 અને 3 ના રોજ કુલ
રૂ. 15,13,092 આર.ટી.જી.એસ. (છઝઋજ) દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.
એડવાન્સ
પેમેન્ટ મેળવ્યા બાદ વેપારીએ લોખંડનો જથ્થો મોકલ્યો ન હતો અને નાણાં પણ પરત આપ્યા ન
હતા. વારંવારની ઉઘરાણી છતાં માલ કે રકમ ન મળતા અંતે મયંકભાઇએ છેતરાપિંડી અંગે અમદાવાદના
વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.