સુરત, તા. 27 : સુરતમાં દીપેશ(નામ બદલ્યુ છે) નામના યુવકને રાજેશ લાખાભાઈ રૂડાણી (ઉં.54) અને પ્રફુલ્લભાઇ નનુ ભાઇ માંડણકા (ઉં.40) નામના શખસોએ મો પ્રોસ્પેરા એક્સ નામની ટ્રેડીંગ એપ્લીકેશનમાં ટ્રેડીંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી. દીપેશને વોટસેપ ઉપર બનાવટી વેબસાઇટની લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી મો પ્રોસ્પેરા એક્સ નામની ટ્રેડીંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગીન કરાવી અલગ અલગ સ્ટોક તેમજ આઈપીઓના નામે ઉંચા પ્રોફીટ બતાવી દિપેશ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂ.14,55,000 ટ્રાન્સફર કરાવી મો પ્રોસ્પેરા એક્સ એપ્લીકેશનમાં જમા થયા છે અને નફા સાથેની રકમ દિપેશે વિડ્રો કરવાની વાત કરતા આરોપીઓએ અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી હતી. દીપેશને રૂપિયા વિડ્રો ન કરવા દઇ તેની સાથે છેતરાપિંડી કરી હતી. જેથી દિપેશે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાજેશ લાખાભાઈ રૂડાણી અને પ્રફુલ્લભાઇ નનુભાઇ માંડણકાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.