• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ગીર સોમનાથમા પાંચ બુટલેગર ઉપર ગુજસીટોકનો સકંજો કસી ધરપકડ કરાઈ

ગેંગ લીડર રેમ્બો સહિત

5 આરોપીઓ સામે પોલીસે ગુપ્તરાહે કાર્યવાહી કરી

વેરાવળ, તા.2: ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોક એક્ટ-2015 હેઠળ ગુનો નોંધીને ગેંગ લીડર સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઈ-ગુજકોપ સિસ્ટમના આધારે મળેલી માહિતી પરથી વેરાવળનો કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બાની ટોળકીના ગુનાહિત જાળને ઉકેલવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ વેરાવળ અને પ્રભાસ પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં આ ગેંગ વર્ષોથી સક્રિય હતી. ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યો તેમજ દિવ, દમણ અને ગોવા જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ મગાવી તેનું સંગ્રહ કરીને વેચાણ કરી રહી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે રેમ્બો બારિયા હોવાનું સામે આવ્યું હતું. જે પોતાના સાગરિતો સાથે મળી મોટા પાયે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. જેથી પોલીસે ગેંગ લીડર સહિત કુલ 5 આરોપીને ઝડપી લીધા છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક