• શનિવાર, 04 એપ્રિલ, 2026

અરવલ્લી : પથ્થરોની આડમાં છુપાવેલો રૂ.44 લાખનો દારૂ ઝડપાયો

મોડાસા, તા. 3: અરવલ્લી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.એચ. ઝાલાની આગેવાનીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુણિયાકૂવા ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરીને એક ટ્રક અને પાયલોટીંગ કરતી કારને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ગ્રેનાઇટના પથ્થરોની આડમાં છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.12,51,600ની કિંમતનો 83 પેટીમાં ભરેલી 3336 બોટલ દારૂ જપ્ત કર્યો હતો જ્યારે ટ્રક, પાયલોટીંગ કાર અને અન્ય સામાન મળી કુલ રૂ.44,76,388નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીને ઝડપી પાડયા છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક