• રવિવાર, 05 એપ્રિલ, 2026

ભાવનગરમાં કાર વાળવા બાબતે બોલાચાલી બાદ લૂંટ : પોલીસે બે શખસને ઝડપી લીધા

ભાવનગર, તા.4: ભાવનગરના કાળિયાબીડમાં ભાડેથી રહેતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલ મિત્રો સાથે કાર લઈને સરદારનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. મેઘાણી ઓડિટોરીયમના વળાંક પાસે પત્નીનો ફોન આવતા તેમણે કાર પરત વાળવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સામેથી ચાલીને આવતા બે શખસે “અંધા હે ક્યા ?’’ કહી ગાળાગાળી શરૂ કરી હતી.

ભગીરથસિંહ અને તેમના ભાઈએ નીચે ઉતરી ગાળો બોલવાની ના પાડતા બન્ને શખસ ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ પોતાની ઓળખ અમિત જ્યોતીકુમાર રાકેશ અને દીપક જયસ્વાલ તરીકે આપી હતી. મારામારી દરમિયાન અમિત નામના શખસે ફરિયાદીના હાથમાંથી રૂ.12,800/-ની કિંમતની ઘડિયાળ ઝૂંટવી લીધી હતી. અને બન્ને શખસ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે ભગીરથસિંહે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પેલીસે નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બન્ને આરોપીને ઝડપી લીધા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક